
સ્પર્શથી તારા નિખરતો જાઉછું,
શ્યામછું, હું શ્વેત બનતો જાઉછું.
લે મને આષ્લેશમાં 'મારો' કહી,
જાત માંથી હું નીકળતો જાઉછું.
છે હવામાં માત્ર તારા સ્પંદનો,
એટલે હું શ્વાસ ભરતો જાઉછું.
જ્યોત થઈને ઝળહળે તું એટલે,
મીણ માફક હું પીગળતો જાઉછું.
તું ખભે માથું મુકીને રડ નહીં,
આંખમાંથી હું સરકતો જાઉછું.