Supporters

Saturday, July 17, 2010



મારી આંખો રંગબેરંગી સપનાઓથી ભરતી ગઈ,
એક છોકરી સાવ અમસ્તા મરી સામે મલકીગઇ.

પાપણ સ્હેજ ઝુકાવી એનું મારી સામે મલકાવુ,
શબ્દ વગરના આવકારને કેમ કરીને વિસરાવુ?
ગળચટ્ટી આશાઓ જાણે મારા હૈયે છલકી ગઇ,
એક છોકરી સાવ અમસ્તા મરી સામે મલકીગઇ.

સ્હેજ સમિપે જાઉં જરા ને નામ તો એનું જાણું,
રૂપમતીના રૂપની સાથે સાદનો રણકો માણું.
એક નજરમાં મારુ જીવન એના નામે કરતી ગઇ,
એક છોકરી સાવ અમસ્તા મરી સામે મલકીગઇ.