Supporters

Thursday, February 9, 2012

Saturday, September 24, 2011



આપણે બસ આપણે જ્યાં હોઇએ,
એ ક્ષણો સાક્ષાત બનતી જોઇએ.

જાહેરમાં હસતા રહીશું આપણે,
એક બીજાના ખભા પર રોઇએ.

રૂબરૂ મળવુ નથી જો શક્ય તો,
સ્વપ્નમાં તો રોજ મળવુ જોઇએ.

હક ઝઘડવાનો તને પુરો છતા,
પ્રેમની ક્ષણ એ રીતે ના ખોઇએ.

દૂર કિસ્મત પણ કરી ક્યાંથી શકે?
જો પરસ્પર દિલમાં વસતા હોઇએ!

યાદ તારી.....



રાતનું એકાન્ત પડશે ખુબ ભારી.
ચોતરફ ઘેરી વડી છે યાદ તારી.

હાથ ફેલાવીને હું બેઠો છું અહીંયા,
દૂર તું ઉભી હશે પાલવ પસારી.

સ્હેજ ફરકી ત્યાં હ્રદયને પાર ઉતરી,
તિક્ષણ છે તારી નજરની આ કટારી.

હું તને અનિમેષ બસ જોય કરું છું.
એટલે છે આંખમાં આવી ખુમારી.

હું ગઝલમાં એટલું કહેવા મથું છું,
કે મીલનની કેટલી છે બેકરારી.

પ્રેમ માં ઈશ્વર થવાનું હોય છે.



બૂંદ ને સાગર થવાનું હોય છે.
પ્રેમ માં ઈશ્વર થવાનું હોય છે.

કાંઇ ના પામો છતા, આપી શકો,
એટલા સધ્ધર થવાનું હોય છે.

લાગણી છો હોય પરપોટા સમી,
છેવટે પથ્થર થવાનું હોય છે.

આંખ ખુલતા એજ ભુલાઈ જતું,
સ્વપ્ન જે અવસર થવાનું હોય છે.

સ્વાર્થના સર્પો વિંટાળી ડોકમાં,
જાતને શંકર થવાનું હોય છે.

Friday, October 8, 2010

શ્વાસ ભરતો જાઉછું.


સ્પર્શથી તારા નિખરતો જાઉછું,
શ્યામછું, હું શ્વેત બનતો જાઉછું.

લે મને આષ્લેશમાં 'મારો' કહી,
જાત માંથી હું નીકળતો જાઉછું.

છે હવામાં માત્ર તારા સ્પંદનો,
એટલે હું શ્વાસ ભરતો જાઉછું.

જ્યોત થઈને ઝળહળે તું એટલે,
મીણ માફક હું પીગળતો જાઉછું.

તું ખભે માથું મુકીને રડ નહીં,
આંખમાંથી હું સરકતો જાઉછું.