
બૂંદ ને સાગર થવાનું હોય છે.
પ્રેમ માં ઈશ્વર થવાનું હોય છે.
કાંઇ ના પામો છતા, આપી શકો,
એટલા સધ્ધર થવાનું હોય છે.
લાગણી છો હોય પરપોટા સમી,
છેવટે પથ્થર થવાનું હોય છે.
આંખ ખુલતા એજ ભુલાઈ જતું,
સ્વપ્ન જે અવસર થવાનું હોય છે.
સ્વાર્થના સર્પો વિંટાળી ડોકમાં,
જાતને શંકર થવાનું હોય છે.
No comments:
Post a Comment